Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સરદાર પટેલ રીંગ રોડ પર બ્રિજ તુટવાનો મામલો, ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે તપાસ

અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર નવા બની રહેલાં બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં બ્રિજના બાંધકામ સામે સવાલો ઉભા થયાં છે.

X

અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર નવા બની રહેલાં બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં બ્રિજના બાંધકામ સામે સવાલો ઉભા થયાં છે. આ બ્રિજ બનાવનારા કોન્ટ્રાકટરને રાજય સરકારે 16 અન્ય બ્રિજ બનાવવાના કોન્ટ્રાકટ આપ્યાં હોવાની વિગતો સામે આવતાં સરકાર પણ ભીંસમાં મુકાય છે..

અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રિજનો કેટલોક હિસ્સો તુટી પડતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇ રાજય સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિમાં ચાર સભ્યો રહેશે. તેઓ દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે તેમજ ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ જે કંપની બનાવી રહી છે તેને રાજય સરકારે અન્ય બ્રિજ બનાવવા માટેના 16 કરતાં વધારે કોન્ટ્રાકટ આપ્યાં છે ત્યારે સરકારની નિયત ઉપર પણ સવાલો ઉભા થઇ રહયાં છે.

Next Story
Share it