Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સરસપૂરમાં 'ડાકોરના ઠાકોર' નાદ સાથે ભગવાનનું મામેરું યોજાયું, આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે

સરસપુરમાં ભગવાન જગગનાથજીનું મામેરું યોજાયું મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું

X

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને થોડા દિવસો બાકી છે ભગવાન અત્યારે મામાના ઘરે સરસપુર છે ત્યારે સરસપુરમાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું છે.આ મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી હતી. આજરોજ સવારે સરસપુર મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામનું સરસપુર ખાતે મામાના ઘરે મોસાળમાં મામેરાના દર્શન યોજાતાં હોય છે. ગતરોજ સરસપુર મંદિર ખાતે મામેર ના દર્શન યોજાયા હતા.મૂળ સરસપુરના જ રહેવાસી અને હાલ આંબાવાડી ખાતે રહેતા રાજેશ પટેલ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું કરવામાં આવ્યું હતું. મામેરાના દર્શનમાં રાજેશ પટેલ અને તેમના ભાઈનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ સવારે સરસપુર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં બેન્ડવાજા, ઘોડા ગાડી બગી સાથે વાજતે ગાજતે ભગવાન નુ મોસાળુ ભવ્ય રીતે રાજેશભાઈ પટેલ પોતાના ઘરે લઈ જશે. આ વર્ષે મામેરૂ કરનાર પરિવારની દીકરી તેજસ્વીનીએ કહ્યું કે વર્ષોથી અમે રાહ જોતા હતા આ વખતે અમારા પરિવારને અવસર મળ્યો છે. ભગવાનના મોસાળાની તૈયારી જેમ લગ્નમાં તૈયારી કરતા હોય તેવી રીતે કરી છે. પરિવારની મહિલાઓ સાથે મળીને આ મામેરાની તૈયારી કરી છે.

ભગવાનનું મામેરુંમાં ગતરોજ મામેરાના દર્શન હોવાથી સરસપુર મંદિરે મોટી સંખ્યામાં દર્શાનાથી ઉમટ્યા હતા. સરસપુર વિસ્તારમાંથી દર્શને આવેલી મહિલા અને પુરૂષોએ કરતાલ વગાડીને ભજન ગાયા હતાં. ભગવાનના ભક્તિભાવમાં જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના દર્શન માટે તો લગભગ 1 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

Next Story