અમદાવાદ : મેકડોનલ્ડસમાં ગ્રાહકે મંગાવેલ કોલ્ડડ્રિન્ક્સમાંથી નીકળી હતી ગરોળી, મેકડોનલ્ડસ રૂ. 1 લાખનો દંડ

ગ્લાસમાં નીચે મરેલી ગરોળી ઉપર તરવા લાગી હતી. જેને લઇ ભાર્ગવ જોષી સહિતના મિત્રોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

New Update
અમદાવાદ : મેકડોનલ્ડસમાં ગ્રાહકે મંગાવેલ કોલ્ડડ્રિન્ક્સમાંથી નીકળી હતી ગરોળી, મેકડોનલ્ડસ રૂ. 1 લાખનો દંડ

અમદાવાદમાં મેકડોનલ્ડસમાં થોડા દિવસ પહેલા એક ગ્રાહકે મંગાવેલ કોલ્ડડ્રિન્ક્સમાં ગરોળી નીકળી હતી, ત્યારે આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવતા મેકડોનલ્ડસને રૂપિયા 1 લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે'ની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે છે કે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી AMCના ફૂડ વિભાગની છે, પરંતુ ફૂડ વિભાગના અધિકારી પોતે ઘોર નિદ્રામાં હોવાથી શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરાં, દુકાનો વગેરે જ્યાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. તેવામાં થોડા દિવસ પહેલા અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલ મેકડોનલ્ડસમાં ભાર્ગવ જોશી તેમના મિત્રો નાસ્તો કરવા ગયા હતા,

ત્યારે તેમને મેકડોનલ્ડસમાં આલુ ટીકી અને કોલ્ડડ્રિંક્સનો ઓડર આપ્યો હતો. ભાર્ગવ જોષીએ કોલ્ડડ્રિંક્સ 2થી 3 શિપ પીધા બાદ બરફ વધારે હોવાના કારણે સ્ટ્રો હલાવી તો ગ્લાસમાં નીચે મરેલી ગરોળી ઉપર તરવા લાગી હતી. જેને લઇ ભાર્ગવ જોષી સહિતના મિત્રોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

જોકે, આ મામલે મેકડોનલ્ડના સ્ટાફને જાણ કરવામાં આવી તો યોગ્ય જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ ભાર્ગવ જોષી અને તેમના મિત્રોએ એરિયા મેનેજર ફરિયાદ કરી સીસીટીવી ચેક કરવા ગયા હતા. પરંતુ તેનું પણ કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા આખરે ભાર્ગવ જોષીએ કોર્પોરેશનને જાણ કરી હતી, જ્યાં કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરતાં મેકડોનલ્ડસને સીલ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેકડોનલ્ડસને રૂપિયા 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

જોકે, દંડ ભર્યા બાદ મેકડોનલ્ડસને ફરી ખોલવામાં આવ્યું છે. પરંતુ ભાર્ગવ જોષીનું કહેવું છે કે, માણસની જિંદગીની કિંમત માત્ર 1 લાખ રૂપિયા દંડ પૂરતી જ છે. માત્ર લાખ રૂપિયા દંડ ભરી પાછું મેકડોનલ્ડસ ખોલવામાં આવ્યું એ કેટલું યોગ્ય છે, ત્યારે હાલ તો ભાર્ગવ જોષી દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં પણ મેકડોનલ્ડસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

Latest Stories