/connect-gujarat/media/post_banners/87f6ba7591bcb1b299a1ca717d2efe2560428358f908422906ba0a1ff881078d.jpg)
અમદાવાદ શહેરના એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી નિમિત્તે નવદંપતીના પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી હતી. લગ્નમાં આમંત્રણ નહીં અપાયેલા મહેમાનોને થિયેટરની સ્ક્રીન ઉપર લગ્ન બતાવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે અનેક સામાજિક પ્રસંગો અટવાયા છે, ત્યારે પ્રસંગોમાં 400 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. કોઈપણ લગ્નપ્રસંગ હોય તેમાં માર્યાદિત સંખ્યામાં જ મહેમાનોને બોલવી શકાય છે. તેવામાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ગામી પરિવારમાં ગત તા. 21 નવેમ્બરના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો. જોકે, લગ્નના ફોટોગ્રાફરે નવદંપતીની પ્રથમ માસિક એનિવર્સરી પર અનોખી સરપ્રાઈઝ આપી હતી. ક્રિષ્ના ફોટો આર્ટના દિપક પટેલે આખું થિયેટર બુક કરાવ્યું હતું. લગ્ન પ્રસંગે આમંત્રણ નહીં અપાયેલા તેમજ લગ્નમાં હાજરી નહીં આપી શકેલા મહેમાનોને PVR થિયેટરની સ્ક્રીન ઉપર સમગ્ર લગ્નની વિધિ બતાવવામાં આવી હતી. સાથે જ લગ્ન બતાવ્યા બાદ મહેમાનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક જમાનામાં ગ્રાહક સાથે સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી ફોટોગ્રાફર દ્વારા લગ્નનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.