Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશમાં વધતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની રેલી, મહિલા કાર્યકરો પોતાની સાથે સ્ટવ લાવી

X

દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે. મંગળવારના રોજ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયથી રૂપાલી સુધી રેલી યોજવામાં આવી હતી....

પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવો તથા વધતી મોંઘવારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી ખાતે આવેલાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલ રેલી રૂપાલી સુધી ગઇ હતી. રેલીમાં કોવિડ ગાઈડ લાઈન અને નિયમોનું ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓ રેલીમાં જોડાયાં હતાં.

જન ચેતના રેલીમાં મહિલા કાર્યકર્તાઓ સ્ટવ સાથે આવી હતી. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સામાન્ય જનતાનું જીવન દુષ્કર બનાવી દીધું છે પીએમ એવું કેહતા હતા કે ઘરેલુ ગેસ માં સબસિડી આપીશું પણ માત્ર ભ્રામક જાહેરાતો ભાજપ કરે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણગેસના વધતાં ભાવોએ મહીલાઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.

હાથમાં સ્લોગન સાથે કાર્યકરો નજરે પડયાં હતાં. અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી સહિતના નેતાઓ સાયકલ પર સવાર થઇ રેલીમાં જોડાયાં હતાં. કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યા કે કોંગ્રેસ સરકારમાં જે સસ્તું હતું ભાજપમાં બધું મોંઘુ થયું છે. રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ આળસ મરડીને બેઠી થઇ છે.

Next Story