અમદાવાદ : બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડતા નાસભાગ મચી, દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,

New Update
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના

  • વટવા- રોપડામાં બ્રિજની કામગીરી દરમ્યાન ક્રેન તૂટી

  • દુર્ઘટનામાં બે કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત

  • ઘટનામાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો

  • રેલવે વિભાગે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી 

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છેત્યારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી.

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીક માંથી પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું હતું.અને મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.

આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો.જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેન બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે.જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદ : ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ

આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છે, જે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો...

New Update
  • ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

  • સિરિયન નાગરિકની કરી અટકાયત

  • ગાઝા પીડિત હોવાનો કરતો હતો ઢોંગ

  • ભારતની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો

  • રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સિરિયન નાગરિકની અટકાયત કરી છેજે કથિત રીતે ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો ઢોંગ કરીને ભારતના વિવિધ શહેરોની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છેજે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો. પોલીસે જણાવ્યું કે અલઝહેર ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યો હતો અને અમદાવાદ પહોંચતા પહેલા તેણે અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો હતોજ્યાં તેણે મસ્જિદોની મુલાકાત લીધી હતી અને પોતે વિસ્થાપિત ગાઝા નિવાસી હોવાનો દાવો કરીને નાણાકીય સહાય માંગી હતી.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે ગાઝા સંઘર્ષના પીડિત તરીકે દાન એકત્ર કર્યું હતું અને તે પૈસાનો ઉપયોગ લક્ઝુરિયસ જીવનશૈલી જીવવા માટે કરતો હતો. તેના શરીર પર છાતીમાં ઈજાના નિશાન પણ મળ્યા હતાજેને તેણે યુદ્ધમાં લડતા થયેલી ઈજા ગણાવી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાનઅલઝહેરે શરૂઆતમાં માત્ર અરબી ભાષા જાણવાનો ઢોંગ કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તેના જેવા અન્ય ઘણા લોકો પણ ભારતમાં પ્રવેશ્યા છેપરંતુ તેની અટકાયત થતાં જ તેઓ છુપાઈ ગયા છે. તેની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ છે અને તેની રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.