Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વિવિધ કેસમાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલ જાણીતા બિલ્ડરે બેરેક બદલવા કરી માંગ,વાંચો શું છે કારણ

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ સાબરમતી જેલમાં પોતાની બેરેક બદલવા માટે માંગણી કરતી એક અરજી કોર્ટમાં કરી છે..

અમદાવાદ: વિવિધ કેસમાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલ જાણીતા બિલ્ડરે બેરેક બદલવા કરી માંગ,વાંચો શું છે કારણ
X

અમદાવાદમાં જુદા જુદા કેસો સંદર્ભે સાબરમતી જેલમાં રહેલા પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ સાબરમતી જેલમાં પોતાની બેરેક બદલવા માટે માંગણી કરતી એક અરજી મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી છે. જેની સુનાવણીમાં કોર્ટ જેલ ઓથોરિટી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૨મી સપ્ટેમ્બરે રાખી છે.

અરજદાર બિલ્ડર રમણ પટેલ દ્વારા અરજીમાં જેલમાં તેમને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે, તેમાં તેમની જાનનું જોખમ હોવાની ગંભીર દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. રમણ પટેલે કરેલી અરજીમાં જણાવ્યું કે, અરજદારને સાબરમતી જેલમાં એ બેરેકમાં રાખવામાં આવ્યા છે કે, જયાં વર્ષ ૨૦૦૮ના શહેરના સીરીયલ બ્લાસ્ટ કેસના આરોપીઓને રાખવામાં આવ્યા છે. બેરેકમાં કોઇની સાથે વાતચીત કરવા દેવાતી નથી.

વળી, અહીં માનસિક-શારીરિક ત્રાસ અપાય છે. જો તેમને વધુ સમય સુધી આ બેરેકમાં રખાય તો ગાંડપણની અસર થઇ શકે તેમ છે. એટલું જ નહી, જીવનજરૂરી ચીજવસ્તુ પણ અપાતી નથી, તેથી તેમની બેરેક તાત્કાલિક ધોરણે બદલવામાં આવે અને તેમની સુરક્ષાની જોગવાઈ કરવામાં આવે. કોર્ટે જેલ ઓથોરિટી પાસે જવાબ માંગી અરજીની વધુ સુનાવણી તા.૧૨મી સપ્ટેમ્બરે રાખી છે.

Next Story