મનુષ્યને પહેલા જો કોઈ ગંભીર રોગ કે શરીરનો અંગ ખરાબ થઈ જાય તો તે દવાના સહારે જ થોડો વધારે સમય બચી શકતો હતો. પરંતુ હવે ટેકનોલોજીના મદદથી એ શરીરના અંગો પણ હવે ટ્રાન્સફર કરી અન્ય દર્દીના પણ જીવ બચાવી શકાય છે જેના માટે ઘણા એનજીઓ પણ મદદ આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બંને ફેફસા ટ્રાન્સફર કરીને તેને નવું જીવનદાન આપવામાં આવ્યું છે. ડોક્ટર હરજીત ડુમરે જણાવ્યું હતું કે, 40 વર્ષની મહિલાને ખૂબ જ નાની ઉંમરે ફેફસાની ગંભીર બીમારી થઈ હતી. જેના કારણે તેનો પરિવાર પણ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. તેને દૈનિક 2 લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી. પરંતુ ધીમે ધીમે આ રોગ વધતા તેને 20 લીટર જેટલા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર બીમારી એવી હતી કે, આનો કોઈ ઈલાજ હતો નહીં. પરંતુ જે બીમારી વધી રહી હતી તે થોડાક અંશ સુધી ફેલાતી અટકાવી શકાય છે. પરંતુ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય તેવી ન હતી. જેના કારણે તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો હતો, ત્યારે અંકલેશ્વર ખાતે એક ખેડૂત પુત્ર અકસ્માત થતા તેને બ્રેઇન હેમરેજ થતા તેમનું મૃત્યુ થયું હતું. અંતે પરિવારે તે મૃતકના શરીરના અંગો દાન કરવાનો વિચાર કર્યો હતો. તેના કુલ 7 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ફેફસાનું દાન આ મહિલાને કરવામાં આવ્યું હતું. જેને ચાટર પ્લેન દ્વારા સુરત થી અમદાવાદ લાવવામાં આવ્યું હતું, અને અમદાવાદ પોલીસ દ્વારા ટીમને ગ્રીન કોરિડોર તૈયાર કરી માત્ર 2 કલાકમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ 15 ડોકટરની એક ટીમે આ ઓપરેશન 6 કલાકની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી હતી.
અમદાવાદ : 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બન્ને ફેફસા ટ્રાન્સફર કરી નવું જીવનદાન અપાયું...
New Update