પોતાનો ગ્રેડ પે વધારવા અને પોતાના હક્ક માટે સોશિયલ મીડિયામાં ચાલતું પોલીસ આંદોલન હવે નવનિયુક્ત સરકાર માટે એક મોટો પડકાર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ આંદોલનમાં અનેક રાજકીય પાર્ટીઓ પણ ઝુકાવ્યું છે ત્યારે પોલીસના સમર્થનમાં આપ પાર્ટી ગુજરાત દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું..
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પોલીસકર્મીઓનો ગ્રેડ પે વધારવા માટે માંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધ હવે ખૂલીને બહાર આવ્યો છે.ગઈકાલે વિધાનસભામાં સીડીઓ પર હાર્દિક પંડ્યા નામના પોલીસ કોન્સ્ટેબલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો જો કે તેમની અટકાયત બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસકર્મીઓના સમર્થનમાં અમદાવાદ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગ્રેડ પે વધારા સહિતની માંગ સ્વીકારવા રજૂઆત કરવામાં આવી હતી અને માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે