અમદાવાદ : મહિલાઓ પર અત્યારના વિરોધમાં AAPના દેખાવો, મહિલા કાર્યકરોની અટકાયત

વિશ્વ મહિલા દિવસે AAPનું વિરોધ પ્રદર્શન પ્રદેશ કાર્યાલયથી રેલીનું કરાયું હતું આયોજન રેલી પહેલાં જ મહિલા કાર્યકરોની અટકાયત

અમદાવાદ : મહિલાઓ પર અત્યારના વિરોધમાં AAPના દેખાવો, મહિલા કાર્યકરોની અટકાયત
New Update

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓ પર અત્યારચારના વિરોધમાં આમ આદમી પાર્ટીને પોલીસે નિષ્ફળ બનાવી હતી અને 30થી વધારે કાર્યકરોની અટકાયત કરાય હતી. ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ તરફથી રેલીનું આયોજન કરાયું. પાર્ટીના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી મૌન રેલી કાઢવા માટે કાર્યાલય ખાતે મહિલા કાર્યકરો એકત્ર થઇ હતી.

મૌન રેલી પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ રવાના થાય તે પહેલા મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો..મહીલાઓની મૌન રેલી નીકળે તે પહેલાં જ પોલીસે 30થી વધારે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મહિલા વિંગના અધ્યક્ષ ગૌરી દેસાઈ એ આરોપ લગાવાયો કે ભાજપની સરકારમાં વિપક્ષના સભ્યો વિરોધ પણ કરી શકતાં નથી. આજે મહિલા દિવસ છે છતાં રેલી કાઢવા દીધી નહિ મતલબ સાફ છે કે ભાજપ સરકાર અને પોલીસ રાજ્યની મહિલાઓની સુરક્ષામાં પાછળ છે.

#ConnectGujarat #Ahmedabad #Gujarati New #AAP Gujarat #Ahmedabadpolice #Ahmedabad: AAP protests against women #Gujarat Aam Admi Party #protest against
Here are a few more articles:
Read the Next Article