Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સાયન્સ સિટીમાં જોવા મળશે આફ્રિકન પેંગ્વિન, આફ્રિકન પેંગ્વિન જમાવશે લોકોમાં આકર્ષણ...

અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટીમાં હવે સહેલાણીઓને આફ્રિકન પેંગ્વિન જોવા મળશે.

X

અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટીમાં હવે સહેલાણીઓને આફ્રિકન પેંગ્વિન જોવા મળશે. સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવેલ 5 આફ્રિકન પેંગ્વિન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પેંગ્વિનની પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે. પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ તેમનું સંવર્ધન કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ઘણા એક્વેટિક અને સેમી એક્વેટિક જીવોનું સંવર્ધન કરે છે, ત્યારે હવે તેમાં પેંગ્વિનનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે. તમામ ઉંમરના મુલાકાતીઓને પેંગ્વિન વિષે જાણવું ગમશે અને જૈવ વિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવા મળશે.

અમદાવાદ સાયન્સ સિટી ખાતે આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આફ્રિકન પેંગ્વિનની આ મહત્વની પ્રજાતિ છે, જે લુપ્ત થવાની ભીતિ સેવાતા તેમની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે અહી એક્વેટિક ગેલેરી ખાતે આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ કરવાની મહત્વતા એ છે કે, આ પ્રજાતિના સંવર્ધનના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય. લોકોને શૈક્ષણિક રીતે ઉપયોગી થાય અને સાથે સાથે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રાણીઓ લુપ્ત થવાની અણી પર આવી જાય છે, ત્યારે હવે તે વિષે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આફ્રિકન પેંગ્વિનનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

Next Story