Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મેટ્રો ટ્રેનની "ભેટ" સામે જનતાને મોંઘવારીનો "ડામ", જુઓ અદાણીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો..!

અમદાવાદ શહેરમાં અદાણી દ્વારા ફરી એક વખત CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતાં લોકોએ હવેથી 86.90 રૂપિયા ચૂકવવા પડશે.

X

અમદાવાદ શહેરમાં અદાણી દ્વારા ફરી એક વખત CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતાં લોકોએ હવેથી 86.90 રૂપિયા ચૂકવવા પડશે.

એક તરફ અમદાવાદ શહેરની જનતાને મેટ્રો ટ્રેનની ભેટ આપવામાં આવી છે. તો બીજી તરફ CNG ગેસના ભાવમાં 3 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા હવે, CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે, ત્યારે તહેવાર ટાણે ગ્રાહકો માટે આ ભાવ વધારો આકરો બની રહેશે. વધતી જતી મોંઘવારી સામે મધ્યમ વર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. તેવામાં ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં આજે CNGના ભાવમાં સીધા 3 રૂપિયાનો વધારો કરાયો છે.

જોકે, ગત રોજ CNG ગેસમાં 83.90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોએ 3 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે, અમદાવાદમાં આજથી CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતાં લોકોએ 86.90 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ, દેશમાં વધતી જતી મોંઘવારી સામે સામાન્ય જનતા સરકાર પાસે રાહતની અપેક્ષા રાખી રહી છે. તેવામાં રાહત તો મળતી નથી, પરંતુ એક બાદ એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.

Next Story