/connect-gujarat/media/post_banners/b0b7e03a7004d404a4398975f31abddd3a48eda311d77a08a0dbc0543ef87c15.webp)
ગુજરાત ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી આગેવાનો પોતાની સરકાર રચાતી હોવાના દાવા કરી રહ્યા છે અને મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં મતદાન પહેલા જ AIMIMના ઉમેદવારે 'હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.AIMIM બાપુનગરના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણ એ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.
ગુજરાતમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ના ભત્રીજા છે. જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી અને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ, AIMIM 15 સીટ પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, પાર્ટી ચૂંટણી માટે 20 લોકો ની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે. ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવેસી પોતે 17 રેલી કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્ય ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવેસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટી પ્રચાર કરવા ગુજરાત આવશે.AIMIMએ અમદાવાદમાં પાંચ ઉમેદવારો ઉતાર્યા છે. પાર્ટી અમદાવાદ ની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ખાડિયા-જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલા, દરિયાપુર બેઠક પરથી હસન ખાન પઠાણ, વેજલપુર બેઠક પર ઝૈનાબીબી શેખને ટિકિટ અપાઈ છે. જોકે બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુભાઈ)ને ટિકિટ અપાઈ હતી. તેમણે ફોમપ પરત ખેંચી લીધું છે હવે અમદાવાદની 4 સીટ પર ઉમેદવાર મેદાને છે