અમદાવાદમા નીકળેલ રથયાત્રામાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન ક્રુષ્ણ અને બલરામને પ્રિય એવા 30થી વધુ અખાડામાં બાળકોથી માંડી વૃદ્ધોએ ભાગ લીધો હતો
રથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે અને અલગ અલગ કરતબ કરે છે આ અખાડા પોતાની કરતબ બાજીની ઝાખીનું પ્રદશન કરતા હોય છે, જેમાં તેઓ તલવાર બાજી, મલખમ, લાકડી, બરનદી, આગવાળા ચક્રો, બોડી બિલ્ડીંગ, સ્ટંટ અને વ્યાયામની અનેક કસરતો રથયાત્રાના આખા રૂટમાં કરતા હોય છે. રથયાત્રામાં 4 વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના વૃદ્ધો ભાગ લેતા હોય છે. અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બલભદ્ર અખાડા કરતા હતા. જેથી ભગવાનને આ અખાડા પ્રિય છે.