/connect-gujarat/media/post_banners/0987817592d5141bf9010df4f2fe31f4853b0229c1fd0f092c74430f9b4d6e5b.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા ભેળસેળ અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવી રહયા છે ત્યારે સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય સરકારને એક ફૂડ સેફ્ટી વાન ફાળવવામાં આવી છે.
રાજ્યમાં નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે ફૂડ સેફ્ટી વાન વિવિધ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફેરવવામાં આવશે અને નાગરિકોને ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.આ ઉપરાંત બજારમાં પણ આ વાન દ્વારા ખાદ્ય ચીજોમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવશે અને જો ખાદ્ય નો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નમૂનાઓ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.આ પહેલા પણ આવી 4 વાન ગુજરાત ફાળવવામાં આવી હતી.
જેમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્ય ચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા શ્રેષ્ઠ કામગીરીને પરિણામે ગુજરાતના કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તેલ ઝેરી બની જાય છે. ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં ઉપલબ્ધ છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેની ચકાસણી કરાશે. કોઈ પણ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળયુક્ત નમુનો પુરવાર થશે તો એની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે