Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજદ્રોહ કેસની સુનાવણી; સેશન્સ કોર્ટમાં અલ્પેશ કથીરીયા થયા હાજર

પાટીદાર અનામત આંદોલન કેસનો મામલો, અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહ કેસની સુનાવણી.

X

રાજદ્રોહના કેસમાં થોડા દિવસ પહેલા જામીન પર છુટેલા પાસ નેતા અલ્પેશ કથીરીયા અમદાવાદની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હતી જેમાં હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરીયાએ રાજ્યમાં પાસના સંગઠનને મજબૂત કરવા પર જોર આપ્યું હતું.

રાજદ્રોહના કેસમાં થોડા દિવસ પહેલા જામીન પર છુટેલા પાસ નેતા અલ્પેશ કથીરીયા અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરીયાની સાથે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને પાસ કાર્યકર્તા દિનેશ બાંભણીયા પણ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. આ તકે અલ્પેશ કથીરીયાએ રાજ્યમાં પાસના સંગઠનને મજબૂત કરવા પર જોર આપ્યું હતું.

અલ્પેશ કથીરિયા આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાજર રહ્યા હતા. જોકે, આજે ન્યાયાધીશ હાજર ના હોવાથી સુનાવણી માટે આગામી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ બને નિયત સમયે કોર્ટમાં હાજર રહયા હતા બંને નેતાઓની સાથે તેમના વકીલ પણ કોર્ટ પહોંચ્યા હતા. અલ્પેશે જણાવ્યુ હતું કે, આગામી સમયમાં નવી રણનીતિ બનાવવામાં આવી છે.રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં પ્રવાસ શરૂ કરવામાં આવશે અને પાસ સમિતિને વધુ મજબૂત કરવામાં આવશે.

Next Story