અમદાવાદ: લંડનમાં 8 લાખ બબલ વ્રેપથી તૈયાર થયું પ્રમુખ સ્વામીનું અદભૂત ચિત્ર, PM મોદી સાથે પણ છે કનેક્શન

લંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે.

અમદાવાદ: લંડનમાં 8 લાખ બબલ વ્રેપથી તૈયાર થયું પ્રમુખ સ્વામીનું અદભૂત ચિત્ર, PM મોદી સાથે પણ છે કનેક્શન
New Update

અમદાવાદમા ઉજવાય રહેલ પ્રમુખ સ્વામી નગરમાં પ્રમુખ સ્વામીના ચિત્રએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ ચિત્ર લંડનમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને વિશેષ વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યું હતું અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં સંતો અને હરિભક્તો દ્વારા ગ્લો ગાર્ડન હોય કે પછી વિવિધ પ્રકારના પ્રદર્શનો હોય કે પછી અહીંનું મેનેજમેન્ટ હોય એ જોઈને ચોક્કસથી તમે એક ક્ષણ માટે અચંબો પામી જશો.

એથી પણ વધુ અચંબો ત્યારે પામશો જ્યારે તમે 'બબલ વ્રેપ'માંથી તૈયાર થયેલા પ્રમુખસ્વામી મહારાજના વિશાળ પેઈન્ટીંગને નિહાળશો.8 લાખ 50 હજાર 'બબલ વ્રેપ'માંથી તૈયાર થયેલા આ પેઇન્ટિંગને લંડનના હેરોમાં તૈયાર કર્યું છે.લંડનમાં રહેતા આ હરિભક્તોએ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બબલ વ્રેપમાંથી પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારે બાપાનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો હતો એ વાતને ધ્યાનમાં લઈને નરેન્દ્ર મોદીના નાના પેઈન્ટિંગમાંથી માર્ગદર્શન અને સંતોની પ્રેરણાથી બાપાને ટ્રિબ્યુટ કરવા આ પેઇન્ટિંગ તૈયાર કરવાનો હરિભક્તોએ સંકલ્પ કર્યો હતો. જે બાદ આ સંકલ્પને સિદ્ધ કરીને બબલ વ્રેપ પેઈન્ટિંગ તૈયાર કર્યું છે.

લંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે. આ પેઇન્ટિંગને શરૂ કરતા પહેલાં IT પ્રોગ્રામની મદદથી પહેલા પેઈન્ટિંગનો લે-આઉટ તૈયાર કરવામાં આવ્યો હતો પછી એક ચોરસ મીટરની લાકડાની ફ્રેમ પર 'બબલ વ્રેપ'ના ભાગ ચોંટાડવામાં આવ્યા.એ પછી મહિલા હરિભક્તોએ દરેક બબલની પાછળ નંબર આપીને 320 જેટલા વિવિધ રંગોની મદદથી પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું જેને દોઢ મહિના સુધી સૂકવવામાં આવ્યું હતું. જે બાદ 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે. મહત્ત્વની વાત તો એ છે કે આ પેઈન્ટિંગ લંડનથી ખાસ વિમાન દ્વારા અમદાવાદ આવ્યું છે અને અહી ૬ દિવસમાં તેને લગાડવામાં આવ્યું છે

#Ahmedabad #અમદાવાદ #BAPS #PSM 100 Year #Pramukh Swami Nagar #PramukhSwami Mahotsav #પ્રમુખ સ્વામી #પ્રમુખ સ્વામી મહોત્સવ
Here are a few more articles:
Read the Next Article