અમદાવાદ: AMCનું રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ,મિલકત વેરામાં વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે

અમદાવાદ:AMCની નવી પહેલ,ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી શકાશે
New Update

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે, ગત વર્ષની સરખામણીએ રૂ.289 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ માં મિલકત વેરામાં વધારો કરાયો છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન રજૂ કરેલા આ વર્ષના બજેટમાં દેશ વર્ષ બાદ મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરાનો જૂનો દર પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 16 હતો, જે વધારીને રૂ 23 કરવામાં આવ્યો છે, જ્યારે બિન રહેણાંક મિલકત માં સ્ક્વેર ફૂટ રૂ.28 હતો તેમાં વધારો કરીને રૂ.37 કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષનું બજેટ રૂ.8111 કરોડનું હતું, તેમાં રૂપિયા 289 કરોડનો વધારો કરી રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.પાણી અને કન્ઝર્વેશન ટેક્સ યથાવત રાખીને નાગરિકોને રાહત અપાઈ છે, પરંતુ મોટાભાગના રહીશો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરતા નથી ત્યારે તેમની પાસેથી એન્વાયરન્મેન્ટ ઈન્ક્રીમેન્ટ ચાર્જ નો નવો બોજો વસૂલાશે, જેમાં રહેણાંક માટે રૂ. પાંચથી લઈને ત્રણ હજાર અને બિન રહેણાંક માટે રૂ.150 થી રૂ.7000 વસૂલાશે તેવી જ રીતે ડોર ટુ ડોર કચરા કલેકશન નો ભાવ રૂ. એકથી વધારે બે કર્યો છે, જ્યારે બિન રહેણાંક માટે જે તે વિસ્તાર મુજબ ભાવ વધારો લેવાશે. અમદાવાદમાં માનસી, પંચવટી અને વિસત સર્કલ સહિત કુલ પાંચ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હોવાથી ફ્લાય ઓવર બનાવવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #AMC #draft budget #presents #property tax
Here are a few more articles:
Read the Next Article