અમદાવાદ: વેપારીને કેમિકલના બદલે રૂ.1.24 કરોડનું પાણી આપી ઠગાઈ કરનાર ભેજાબાજની ધરપકડ, આરોપી નાઇજિરિયન ગેંગનો સભ્ય હોવાનું આવ્યું બહાર

આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો.

અમદાવાદ: વેપારીને કેમિકલના બદલે રૂ.1.24 કરોડનું પાણી આપી ઠગાઈ કરનાર ભેજાબાજની ધરપકડ, આરોપી નાઇજિરિયન ગેંગનો સભ્ય હોવાનું આવ્યું બહાર
New Update

અમદાવાદમાં ફેસબુક પર રેન્ડમલી વેપારીઓને શોધી રો મટીરીયલ આપવાની ડિલ કરી કેમિકલની જગ્યાએ પાણી આપી દઈ ઠગાઈ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ અત્યારે એક વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં આવેલ આરોપી ફઝલ શરીફ સૈયદની રૂ.1.24 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઇથી ધરપકડ કરાઈ છે. આરોપી મૂળ નાઇજિરિયન ગેંગનો સભ્ય છે. જે અનેક વેપારી સાથે ઠગાઈ આચરી ચુક્યો છે. આરોપી જે ગેંગ સાથે સંકળાયેલો છે તે ગેંગ અલગ-અલગ વેપારીઓનો ફેક ફેસબુક આઈડી દ્વારા સંપર્ક કરતા હતા. અમદાવાદ સાઇબર ક્રાઇમના કહેવા અનુસાર કેમિકલ કંપની કે જે ફાર્મા કંપની સાથે કામ કરે છે તેના ઇન્સ્પેક્ટરની ઓળખ આપતા હતા.

કંપનીને દવા બનાવવા કાચા મટીરીયલની જરૂર હોવાનું જણાવી મુંબઈની કંપની સાથે સંકળાયેલા હોવાનું કહી વેપારીને ભરોસો આપતા હતા . સાથે જ બીજીબાજુ પ્રોડક્ટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ટોળકી દ્વારા લોકો પાસેથી પૈસા લઈ ઠગાઈ આચરવામાં આવતી હતી . આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો. જે બાબત તપાસમાં સામે આવતા સાયબર ક્રાઇમે આરોપીની મુંબઇથી ધરપકડ કરી છે.

આરોપી પાસેથી 10 મોબાઈલ, 11 સીમકાર્ડ અને ઇન્ટરનેશનલ સીમકાર્ડ કબ્જે કર્યું છે. ઝડપાયેલ આરોપીની સાથે ઇલા વિલિયમ્સના નામનું બનાવી આઈડી ધરાવનાર સીમા જૈન અને ખાનગી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર બે આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ કરી રહી 

#GujaratConnect #Ahmedabad #Today Gujarati News #Amdavad Cyber Crime #fraudster #Nigerian gangs #Online Bussiness #Chemicle
Here are a few more articles:
Read the Next Article