અમદાવાદના અસારવા વિસ્તારમાં એનવી નિર્માણ પામેલ પોલીસ ચોકીનો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રારંભ કરાવ્યો હતો.
એક બાજુ રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ અસલામત બની રહ્યું છે ત્યારે બીજીબાજુ શહેર પોલીસતંત્ર નવા પોલીસ સ્ટેશન બનાવી રહ્યું છે. અમદાવાદ રાજ્યના મેગા સીટી હોઈ અહીં સતત વિસ્તાર વધી રહયા છે ત્યારે પ્રજાના જાનમાલના રક્ષણ માટે અલગ અલગ ઝોનમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે શહેરના અસારવા વિસ્તારમાં આજે રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવી પોલીસ ચોકીનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ હાજર રહ્યા હતા આ પોલીસ ચોકી કાર્યરત થવાથી આસપાસ ના 7 કિ.મી. વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો થશે તો આજ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલ હોઈ આ ચોકી મહત્વની છે.