Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : એમેઝોનના પેકિંગમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતાં 3 ભેજાબાજોની ATSએ ધરપકડ કરી...

ગુજરાત એટીએસની ગિરફ્તમાં દેખાતા આ ત્રણેય આરોપીઓના નામ છે, આકાશ વીંજાવા, સોહિલ સિરમાન અને બાસીદ સમાન. આ ત્રણેય આરોપીઓ તેમના સાગરીતો સાથે મળીને ગુજરાતભરમાં ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર ચલાવતા હતા.

X

ગુજરાત એટીએસની ગિરફ્તમાં દેખાતા આ ત્રણેય આરોપીઓના નામ છે, આકાશ વીંજાવા, સોહિલ સિરમાન અને બાસીદ સમાન. આ ત્રણેય આરોપીઓ તેમના સાગરીતો સાથે મળીને ગુજરાતભરમાં ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર ચલાવતા હતા.

આ બાબતની માહિતી ગુજરાત એટીએસને મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એટીએસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યના સુરત, વડોદરા, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સની ડિમાન્ડ મુજબ ડિલિવરી કરતા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ભેજાબાજ આરોપીઓ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવા છતાં પોલીસની રડારમાં ન આવ્યા હોવાનું મુખ્ય કારણ છે. જોકે, તેમની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, તેઓ ઈ-કોમર્સની વેબસાઈટ ડેવલોપ કરી તેના માધ્યમથી એમેઝોનના સ્ટિકરનો ઉપયોગ અને તેમાં નશીલા પદાર્થ પેકિંગ કરી હેરાફેરી કરતા હતા. જેના માટે તેઓ અલગ-અલગ માધ્યમનો ઉપયોગ પણ કરતા હતા.

Next Story