અમદાવાદ: રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથના રથ સહીત ત્રણેય નવા રથનું મંદિર પરિસરમાં કરાયુ પરીક્ષણ

ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથના રથ સહીત ત્રણેય નવા રથનું મંદિર પરિસરમાં કરાયુ પરીક્ષણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ છે. જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે. જગન્નાથજીના રથ સહીત ત્રણેય નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ. આ ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતુ.

Latest Stories