ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ મંદિરમાં ભંડારો યોજવામાં આવ્યો હતો જેમાં અયોધ્યા અને સૌરાષ્ટ્રમાંથી આવેલ અનેક સાધુ સંતોએ લાભ લીધો હતો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
બે વર્ષ કોરોના મહામારી બાદ આ વર્ષે ભંડારો થઈ જઈ રહ્યો છે જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો ભંડારામાં પ્રસાદ લીધો હતો.મોટી સંખ્યામાં સાધુ સંતો મંદિરે ભંડારા માટે પહોંચ્યા છે. આજે ભંડારામાં જાત જાતના અને ભાત ભાતના ભોજનનો રસથાળ પિરસવામાં આવ્યા હતા સાધુ સંતો ઉપરાંત અનેક મહાનુભાવો એ પણ ભંડારામાં ભાગ લીધો હતો.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ભંડારામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા નીતિન પટેલ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.ભગવાન જગન્નાથને બાલભોગમાં માલપૂઆનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાનને સૌથી વધુ માલપૂઆ પ્રિય છે. જગન્નાથપુરીમાં પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીં જગન્નાથ મંદિરમાં પણ વર્ષોથી માલપૂઆનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે.