/connect-gujarat/media/post_banners/1b4ca8c63582461ac661b0de35c0158a5395f75285bbf666d322869dd38127ce.jpg)
અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપનીમાંથી 18 લાખનો કલેઇમ પાસ કરાવી લીધો. જે મામલે કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
અમદાવાદનાં પ્રણય બ્રહ્મભટ્ટ કે જે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે.જેની સામે તેની જ કંપનીના ઉચ્ચ કર્મચારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.એટલું જ નહિ પણ પ્રણય બ્રહ્મભટ્ટ સાથે તેની પત્ની અનિતા બ્રહ્મભટ્ટ અને અન્ય એક વ્યક્તિ નિકુંજકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીએ ફરિયાદ કરી છે કે ત્રણે કંપનીમાં ખોટા બિલ તેમજ ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા. જેમાં દંપતીએ 18 લાખ પાસ કરાવ્યા જ્યારે નિકુંજનો ક્લેઇમ શંકા જતા અને તપાસ કરતા રદ કરવામાં આવ્યો અને બાદમાં ત્રણે સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
તપાસ કરતા સામે આવ્યું કે પ્રણય બ્રહ્મભટ્ટ વીમા કંપનીમાં હેલ્થ ક્લેમ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતો અને પ્રણય બ્રહ્મભટ્ટએ 30 લાખની પોલિસી લીધી હતી જે ક્લેમની અવધિ પુરી થતા ક્લેમ રીન્યુ કરી આગળ વધાર્યો. અને તે સમયમાં તેઓએ કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું દર્શાવી ખોટા બિલ રજૂ કરી અને ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કરી 18.40 લાખ કંપની માંથી પાસ કરાવી લીધા. સાથે નિકુંજકુમારે પણ ખોટા બિલ રજૂ કરી 2.50 લાખનો ક્લેમ કર્યો હતો. જે તપાસમાં ખોટો નીકળતા ક્લેમ રદ કરાયો. આ કેસમાં નિકુંજકુમારે બાપુનગરમાં ડોકટર હિતેન બારોટના ત્યાં સારવાર લીધી હોવાનું દર્શાવ્યું.ત્યાં તપાસ કરતા ડોક્ટરે અહીં આવી કોઈ સારવાર લેવાઈ નથી તેમ જણાવતા મામલો ખુલો પડ્યો.