/connect-gujarat/media/post_banners/fcb1006a50627957f4e26dc3599edfa1f531d44c66ca5eacb3f05c8df2744842.jpg)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર જન આશીર્વાદ કેસરિયા રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પ્રચાર માટે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે જન આશીર્વાદ કેસરિયા રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ હાજર રહ્યા હતા. જન આશીર્વાદ કેસરિયા રેલી બહેરામપુરાથી જમાલપુર જગન્નાથ મંદિર સુધી નીકળી હતી. જ્યાં જેપી નડ્ડાએ મેલડી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવીને રેલીની શરૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો આ કેસરિયા રેલીમાં જોડાયા હતા