Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બોગસ કોલ સેન્ટર ઝડપાયુ, અમદાવાદથી અમેરિકા સુધીના કોલ સેન્ટરનું કૌભાંડ બહાર આવશે !

અમદાવાદ: બોગસ કોલ સેન્ટર ઝડપાયુ, અમદાવાદથી અમેરિકા સુધીના કોલ સેન્ટરનું કૌભાંડ બહાર આવશે !
X

અમદાવાદ શહેરમાં સાઈબર ક્રાઈમમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે.જેનું અમેરિકા કનેક્શન સામે આવ્યું છે. સાઈબર ક્રાઈમ પોલીસે રવિ ઈન્દ્રવદન રામી અને પાર્થ ગૌતમ ભટ્ટ નામના 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે માસ્ટર માઈન્ડ આરોપી રવિ રામી અમેરિકન નાગરિકોના રૂપિયા વિમાન ગુગલ પ્લેકાર્ડમાં તથા જુદા જુદા ગિફ્ટ કાર્ડનું પ્રોસેસિંગ કરવામાં માહેર હતો.

આરોપી પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને ફેક કોલ સેન્ટરમાંથી લોન આપનારી કંપનીના અધિકારી તરીકે ફોન કરી અલગ-અલગ ગિફ્ટ કાર્ડમાં રૂપિયા નાખવાનું કહેતો અને બાદમાં તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માસ્ટર માઈન્ડ રવિ રમીને કાર્ડ આપવામાં આવતા પરંતુ આ ભેજાબાજ આરોપીઓના કૌભાંડની માહિતી મળતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા બોગસ કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં બે આરોપીઓની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને તેમની જોડેથી રૂપિયા પડાવતા હતા. સાયબર ક્રાઇમને બાતમી મળતા સાયબર ક્રાઇમે રેડ કરી બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં પાર્થ ભટ્ટ અને રવિ રામી નામના બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

આરોપીઓ ગિફ્ટ કાર્ડ મોકલી છેતરપિંડી કરતા હતાઆ અંગે મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમને અમદાવાદથી લઈને અમેરિકા સુધીના બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, જેમાં બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ રવિ રામીને ઝડપી લીધા બાદ કોલ સેન્ટરની કૌભાંડી દુનિયામાં ચકચાર વ્યાપી ગઈ છે.

રવિ રામી અને તેનો સાગરિત પાર્થ ભટ્ટ સાયબર ક્રાઈમના સકંજામાં આવતા બોગસ કોલ સેન્ટરના અને કૌભાંડ સામે આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી નાણાં ભારતીય નાણામાં રૂપાંતરિત કરવાનું એટલે કે, પ્રોસેસિંગ કરવાનું કામ માસ્ટર માઇન્ડ આરોપી રવિ રામીનું છે ત્યારે અગાઉ પણ આરોપી રવિ રામી કોલ સેન્ટરના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે આરોપી રવિને ઝડપીને સાયબર ક્રાઈમ દ્વારા અમદાવાદથી અમેરિકા સુધીના તમામ બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવા તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

Next Story