અમદાવાદ: બ્રિટનના પી.એમ. બોરિસ જ્હોન્સનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત..

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન ગુજરાત બાયોટેકનોલોજીની મુલાકાત લેશે.

New Update
અમદાવાદ: બ્રિટનના પી.એમ. બોરિસ જ્હોન્સનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત..

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે PM બોરિસ જ્હોન્સનનું એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. PM બોરિસ જ્હોન્સન આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કર્યા છે, ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન ગુજરાત બાયોટેકનોલોજીની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી 'ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી' આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે. આ સાથે બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.

Latest Stories