અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સગા ભાઈએ જ નાના ભાઈની ગેસ સિલિન્ડર મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સગા ભાઈએ તેના નાના ભાઈની ગેસ સિલિન્ડર મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી અને એવું કહ્યું હતું કે મારો ભાઈ ગેસનો બાટલો લઈને પડી ગયો છે અને તેને વાગ્યું છે. મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં 36 વર્ષીય સુભાષ ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે.
રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશને ગેસનો બાટલો ઉપાડીને મારવા ગયો હતો. તે વખતે મોટાભાઈ સુભાષ ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો.
જેના કારણે સુભાષ મધુકર ગોગવલે ના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. નિલેશે તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજીતરફ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.