અમદાવાદ : બિલ્ડ ટુ યુઝ સર્ટિફિકેટ વિના ચાલતી 42 હોસ્પિટલોને મનપાની નોટિસ

42 હોસ્પિટલ - નર્સિંગ હોમ ને મળી નોટિસ, બિયું પરવાનગી ન હોવાના કારણે થઇ કાર્યવાહી.

અમદાવાદ : બિલ્ડ ટુ યુઝ સર્ટિફિકેટ વિના ચાલતી 42 હોસ્પિટલોને મનપાની નોટિસ
New Update

અમદાવાદમાં બિલ્ડ ટુ યુઝ સર્ટિફિકેટ વિના ચાલતી 42 હોસ્પિટલો તથા નર્સિંગ હોમને મહાનગરપાલિકાએ નોટીસ આપી છે. જો એક સપ્તાહમાં સંચાલકો હોસ્પિટલો અથવા નર્સિંગ હોમ બંધ નહિ કરે તો તેમના સી ફોર્મ રદ કરી દેવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિયું પરમીશન વગર 42 હોસ્પિટલ અને નર્સિંગ હોમને નોટિસો આપવામાં આવી છે. આ હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ કોઈપણ સરકારી નિયમ વગર ધમધમતા હોવાનું ધ્યાને આવતા અગાઉ પણ નોટીસ આપવામાં આવી હતી. મનપાની નોટિસના વિરોધમાં હોસ્પિટલ સંચાલકો હાઇકોર્ટમાં ગયાં હતાં પણ હાઇકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી પરંતુ 27 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. હવે મ્યુનિસિપલ તંત્રએ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી અને હોસ્પિટલના સી ફોર્મ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

મહાનગર પાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા ઘી બોમ્બે હોમ્સ રજીસ્ટ્રેશન એક્ટ-1949 ની કલમ પાંચ હેઠળ કર્યા બાદ સી ફોર્મ ઇસ્યુ કરાઇ છે. મહાનગર પાલિકાએ નોટિસમાં 42 હોસ્પિટલ તથા નર્સિંગ હોમ ના સી ફોર્મ રદ કરવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં અને નર્સિંગ હોમ ને કોઈ પણ નવા દર્દી ને દાખલ નહિ કરવા તેમજ દર્દી દાખલ હોય તો તેમને સાત દિવસમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવા લેખિત હુકમ કર્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે અમદાવાદમાં આવી 800 હોસ્પિટલ-નર્સિંગ હોમ છે તો કેમ માત્ર 42 હોસ્પિટલ-નર્સિંગ હોમ ને નોટિસ આપી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે AMA આ સમગ્ર મામલે પોતે મધ્યસ્થી કરી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળી કોઈ રસ્તો નીકળે તે બાબતે રજુઆત કરવામાં આવશે.

#Ahmedabad #Connect Gujarat News #Ahmedabad Municiple Corporation #Build to Use Certificate #Notice to Hospital
Here are a few more articles:
Read the Next Article