Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : CANSAT સ્ટુડન્ટ ઈન્ડિયા સ્પર્ધા પુરસ્કાર વિતરણ અને ASI મેડલ એવોર્ડનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદના ઓગણજ ખાતે ઇનામ તેમજ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

X

ઓગણજ ખાતે એવોર્ડ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો

અવકાશ રસિકોની આગામી પેઢીને પ્રેરણા મળશે

સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન મળશે

સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ કુશળતા બતાવી

અમદાવાદ ઇસરોનાં 3 કર્મચારીઓ ગોલ્ડ મેડલથી સન્માનીત

અમદાવાદ ઇસરોના 3 કર્મચારીઓને ASI સ્પેશ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI)ના સહયોગથી ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) એ આગામી IN-SPACE CANSAT વિદ્યાર્થી સ્પર્ધાની જાહેરાત કરી છે.

અવકાશ રસિકોની આગામી પેઢીને પ્રેરણા આપવા અને સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવતી આ સ્પર્ધા અમદાવાદ ખાતે 15 થી 17 એપ્રિલ દરમિયાન યોજાય હતી. જે અંતર્ગત આજરોજ અમદાવાદના ઓગણજ ખાતે ઇનામ તેમજ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રોજેકટ રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ અમદાવાદ ઈસરોના મદનસિંગ ચૌહાણ, મનોજ કુમાર દેત્રોજા અને મેઘલ દેસાઇને એ.એસ.આઈ. સ્પેસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો જે બદલ તેઓને શુભકામના પાઠવવામાં આવી છે.

Next Story