/connect-gujarat/media/post_banners/dbcaea2662f2befc9c9dad34f0e338cfe4b5a4098ad23dd7f922d2bf42951bfa.jpg)
આજે વર્લ્ડ હેરિટેજ દિવસની અમદાવાદમાં કરાઇ ભવ્ય ઉજવણી
ઉજવણીના ભાગ રૂપે ફોટો એક્ઝિબિશન રાખવામાં આવ્યું
વિવિધ કલાકારો દ્વારા 30 થી વધુ ચિત્રો પ્રદર્શિત કર્યા
૧૮ એપ્રિલને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફોટો એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીના ભાગ રૂપે ફોટો એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ મેયર કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આવેલા હેરિટેજ ઇમારતમાં યોજાયું હતું. 2011માં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ હેરિટેજ સ્થાપત્યોને લઈને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પસંદ કરાયેલા ચિત્રોને કોર્પોરેશન દ્વારા ફરી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરાયેલ 30 થી વધુ ચિત્રો પ્રદર્શિત કર્યા છે. ત્યારે આ એક્ઝિબિશન આગામી 1 મે સુધી ખુલ્લુ રાખવામાં આવશે.