Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભેજાબાજોએ સરકારી તળાવ બારોબાર વેચી માર્યું, જુઓ છેતરપિંડીની અનોખી ફરિયાદ

સરકારી તળાવને પ્લોટ બતાવી વેચી માર્યું, જમીનના ખોટા કરાર બનાવી કરી છેતરપિંડી.

X

હવે તમને બતાવવા જઇ રહયાં છે ભુમાફિયાઓના અનોખો કિમિયો... અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં સરકારી તળાવને પ્લોટ બનાવી વેચી મારી છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.

અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક અનોખી ફરિયાદ નોંધાઇ છે. સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવાનું ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાઇ છે.... જોકે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મુકેશ ભરવાડ અને ચિરાગ ભરવાડ નામના વ્યકતિઓએ ભેગા મળી સરકારી તળાવને પોતાના પ્લોટ બનાવીને બારોબાર વેચી દેવાના હતાં. પણ તે પહેલાં જ ભોગ બનનારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

ઘટના અંગે વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલી સરકારી તળાવની જમીનને મુકેશ અને ચિરાગ ભરવાડ પોતાનો પ્લોટ બનાવી ચુકયાં હતાં. તેઓ જમીનના ખોટા કરાર બનાવી ખાનગી પ્લોટ પોતાના હોવાનું પણ લોકોને કહેતા હતાં. ફરિયાદીને આ પ્લોટ ખરીદવાના હોવાથી એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા આપ્યા હતાં. પ્લોટ અંગેના રૂપિયાની લેતી દેતી વિશાલ હોટલ પાસે થઈ હોવાથી ફરિયાદીને છેતરપિંડી થયાની અહેસાસ થયો અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચિરાગ ભરવાડ અગાઉ પણ અમદાવાદ કોર્પોરેશનની જમીન પોતાની બતાવી વેચવાનાના ગુના માં પકડાઈ ચુક્યો છે અને જેલના સળિયા પણ ગણ્યાં છે.

Next Story