Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ...

સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો

X

સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું આયોજન

દ્વિદિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાયો

સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

21થી વધુ સ્કૂલના 1800 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં થશે સહભાગી

CMએ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પાઠવ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ શહેરના સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે.

જેમાં 21થી વધુ સ્કૂલના 1800 જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, ઓર આગે બઢેગા ઇન્ડિયા'ના સૂત્રને ચરિતાર્થ કરવા ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ 2036ના ઓલિમ્પિક્સ માટે ગુજરાતે તૈયારીઓ શરૂ કરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

Next Story