Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શહેર ભાજપની કારોબારી બેઠક મળી, તમામ 16 બેઠકો જીતવાનો લક્ષ્યાંક

અમદાવાદ શહેર ભાજપની કારોબારી બેઠક મળી અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત શહેરની તમામ 16 બેઠક જીતવાનો લક્ષ્યાંક

X

અમદાવાદ શહેર ભાજપની કારોબારી બેઠક આજે પાલડી ટાગોર હોલ ખાતે યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ 150 બેઠકો અંકે કરવા કમર કસી રહ્યું છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ભાજપનો દબદબો યથાવત રાખવા શહેર ભાજપ પણ એક્શન મોડમાં આવ્યું છે અમદાવાદ શહેરની તમામ 16 બેઠકો જીતવા શહેર ભાજપની કારોબારીમાં રણનીતિ નક્કી કરવામાં આવી હતી તો સાથે બેઠકમાં જે બુથ માઇનસમાં જાય છે ત્યાં પ્લસ કરવા સારા કાર્યકરોને ઉતારવામાં આવશે એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Next Story
Share it