રાજ્યના મુખ્યમંત્રી અને અમદાવાદ ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલએ આજે પોતાના મત વિસ્તારમાં 12 કિમીનો રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા. પોતાના મત વિસ્તારમાં ફોર્મ ભર્યા બાદ સીએમ પ્રથમ વાર આવ્યા હતા તેથી ઉત્સાહ પણ વધારે હતો.
ભાજપ રાજ્યમાં જેના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. આવનાર સમયમાં ફરી સીએ નો તાજ જેને મળવાનો છે. અમદાવાદ ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ આજે પોતાના મત વિસ્તાર પહોંચ્યા હતા અને રોડ શો કાર્યો હતો. આ રોડ શો 12 કિમીનો રાખવામાં આવ્યો હતો. મેમનગર થી થયેલ આ રોડ શો બોડક દેવ ખાતે પૂર્ણ થયો હતો. રોડ શો દરમિયાન સીએમ લોકોનું અભિવાદન ઝીલતા હતા. સીએમને પોતાના વિસ્તારમાં જોઈ લોકો પણ ખુશ થતાં હતા. મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉમટી પડ્યા હતા. તો રોડ શો દરમ્યાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય ડોર ટુ ડોર લોક સંપર્ક નથી કરી શકતા તેથી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીથી 2019માં ભૂપેન્દ્ર પટેલ 1.70 લાખની લીડથી જીત્યા હતા. તો અહીના ભાજપના કાર્યકરો પણ કહી રહ્યા છે કે વિકાસના અનેક કામો થયા છે ત્યારે અહીથી ભાજપનો વિજય નિશ્ચિત છે. તેઓ જનતાનું અભિવાદન કરવા આવ્યા છે આ જન સમર્થન છે તો કાર્યકારોએ વિસવાશ વ્યકત કાર્યો કે 2017 ના લીડનો રેકર્ડ પણ તૂટશે.