Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા કલેક્ટર, જલ્દીથી ભારત પરત લાવવા આપ્યો ભરોસો

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં અનેક ગુજરાતીઓ યુક્રેનમાં હજી પણ ફસાયેલા છે,

X

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં અનેક ગુજરાતીઓ યુક્રેનમાં હજી પણ ફસાયેલા છે, ત્યારે તેવા પરિવાર સાથે ક્લાસ વન અધિકારીઓને મુલાકાત કરવા માટે કેન્દ્ર સરકારની સૂચના છે. જે અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેક્ટર રાણીપ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી કે, જે યુક્રેનમાં ફસાયેલો છે તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેટલાક ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયા છે. આ ગુજરાતીઓ પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે, તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપવા માટે કેન્દ્ર સરકારની સૂચના છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર રાણીપ રાખે રહેતા બાલકૃષ્ણ શર્માના ઘરે પહોંચ્યા હતા,

જ્યાં પરિવાર સાથે વાતચીત કરી બલકૃષ્ણ શર્માના પુત્રની યુક્રેનમાં સ્થિતિ શું છે તેની માહિતી મેળવી હતી. આ સાથે જ પુત્ર જલ્દીથી ભારત પરત આવી જશે તેવો ભરોસો પણ આપ્યો હતો. તો બાલકૃષ્ણ શર્મા અને તેના પરિવારે હિંમત સાથે કહ્યું હતું કે, ત્યાં તેનો પુત્ર સુરક્ષિત છે અને કેન્દ્ર સરકારની કામગીરી તેઓને પર ભરોસો છે. હાલમાં તે યુક્રેન છોડી રોમાનીયા પહોંચી ગયો છે, અને થોડા દિવસમાં જ તે પરત આવી જશે. જોકે, કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે

તે મુજબ એક બાદ એક પરિવાર સાથે અધિકારીઓ મુલાકાત કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લા વિસ્તારના 259 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં હતા. જેમાંથી 228 પરિવાર સાથે અધિકારીઓએ મુલાકાત કરી લીધી છે. આ સાથે જ અન્ય વિદ્યાર્થીઓના પરિવાર સાથે પણ દિવસ દરમ્યાન મુલાકાત પૂર્ણ થઈ જશે. જે ફસાયેલા છે તે પૈકીના 55 વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે, અને અન્ય વિદ્યાર્થીઓના પરિવાર પાસેથી સંપૂર્ણ વિગત મેળવી વિદેશ મંત્રાલયને અપાય રહી છે. કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા હાથ ધર્યું છે. પરંતુ એક સાથે આખા યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ બોર્ડર પર પહોંચી ગયા હોવાના કારણે થોડી હાલાકી પડી રહી છે.

Next Story