Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેને AMC કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો

થોડા દિવસ અગાઉ અમદાવાદ મનપા કમિશનર લોચન શહેરા ની બદલી કેન્દ્રમાં કરી દેવામાં આવી હતી.

અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેને AMC કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
X

અમદાવાદ મનપા કમિશનર જગ્યા થોડા સમયથી ખાલી પડી છે. ચૂંટણી નજીક આવતા પ્રજા જોગ કામો અને પ્રજા પ્રશ્નો અને તેના સંબંધિત નિર્ણયોની પણ હારમાળા સર્જાઇ છે. ત્યારે હવે અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેને AMC મનપા કમિશનરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ ચાર્જ દરમિયાન અમદાવાદ જિલ્લાના કલેકટર સાથે સાથે તેઓ મનપા કમિશનર કામોની પણ આધિકારિક રીતે ધુરા સંભાળશે. થોડા દિવસ અગાઉ અમદાવાદ મનપા કમિશનર લોચન શહેરા ની બદલી કેન્દ્રમાં કરી દેવામાં આવી હતી.

તેઓને ઈસરોના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવતા એએમસી કમિશનર નું પદ ખાલી થયું છે. એક અહેવાલ પ્રમાણે વડોદરાના બંછાનિધિ પાની ને ગમે ત્યારે અમદાવાદ મનપા કમિશનર ધુરા સંભાળવાનો ચાર્જ સોંપાઈ શકે છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર તરીકે એસ એ પટેલ નિમણુંક કરવામાં આવી છે.નિવૃત IAS અધિકારીઓની એક વર્ષના કરાર આધારિત DYMC તરીકે નિમણુંક આપવામાં આવી છે. ઈન્કમટેક્સના જોઈન્ટ કમિશનર સુદીક્ષા રાની ડેપ્યુટેશન પર ગુજરાતમાં ફરજ બજાવશે.

ત્રણ વર્ષ માટે ગુજરાત સરકાર અંતર્ગત એડિશનલ કમિશનર સેલ્સ ટેક્સ માં સેવા આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રના સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી અપાતા સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ કમિશનર સેલ્સ ટેક્સ સુદીક્ષા રાની ડેપ્યુટેશન પર મૂકવાની જાહેરાત કરી છે.

Next Story