Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ધો-6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET-2ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાય...

સમગ્ર ગુજરાતમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે, ટેટ-2ની પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું,

X

સમગ્ર ગુજરાતમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે, ટેટ-2ની પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદના જોધપુર વિસ્તાર સ્થિત કામેશ્વર હાઈસ્કૂલ ખાતે ટેટ-2ની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો કે જે, લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET-2ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાય છે, ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર પણ દિવસભર સજ્જ રહ્યું હતું. આ સાથે જ ગેરરીતિને પહોચી વળવા બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રશ્નપત્રો જીપીએસ સિસ્ટમના દાયરામાં રાખવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જોકે, પરીક્ષા સમય દરમિયાન કોઈપણ ઉમેદવારો કે, અન્ય કોઈપણ વ્યક્તિએ મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો હોવાનું પણ જણાવ્યુ હતું.

Next Story