અમદાવાદ: બિલકિસ બાનો કેસ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત

બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા બાદ હવે માહોલ ગરમાયો છે

New Update
અમદાવાદ: બિલકિસ બાનો કેસ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત

ગુજરાત તોફાન વખતે 5 મહિનાની પ્રેગ્નેન્ટ એવી બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા બાદ હવે માહોલ ગરમાયો છે ત્યારે એનએસયુઆઇ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

બિલકિસ બાનું કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલ ૧૧ આરોપીને ગુજરાત સરકારે રેમિશન પોલિસી હેઠળ જેલ મુક્ત કર્યા હતા ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ રસ્તા પર પ્રદર્શન કરી રહી છે આજે શહેરના વલ્લભસદન પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો કેટલા કોંગ્રેસી કાર્યકરોએ રેંટિયો કાતી વિરોધ નોંધાવ્યો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી ત્યારે આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા

Latest Stories