Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના "ધામા", 14 હજારથી વધારે એકટીવ કેસ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાએ ધામા નાંખ્યા હોય તેમ લાગી રહયું છે.

X

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાએ ધામા નાંખ્યા હોય તેમ લાગી રહયું છે. ઉત્તરાયણ પહેલાં કોરોનાના કેસમાં જે પ્રકારે વધારો થયો હતો તેની સરખામણીમાં હવે કેસ ઘટવા માંડયાં છે.

અમદાવાદમાં કોરોનાના 20 હજાર કેસ છે જેમાં 14 હજાર કેસ તો માત્ર પશ્ચિમ અમદાવાદમાં છે.બોડકદેવ, ઘટલોડિયા, ચાંદલોડિયા, બોપલ અને પાલડીમાં કોરોનાના કેસ વધારે જોવા મળી રહયાં છે. બાકી રહેલાં 7 હજાર એક્ટિવ કેસમાં મહત્તમ કેસો પૂર્વ ઝોન એટલે કે, નિકોલ, નરોડા વિસ્તારમાં તથા દક્ષિણ ઝોનના નારોલ, મણિનગર, વટવા, ઇસનપુર વિસ્તારમાં નોંધાયા છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 5711 કેસો નોંધાયા છે. 14 જાન્યુઆરીએ કોરોનાને 3090 તેમજ 15 જાન્યુઆરીએ 2621 કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાહતની વાત એ છે કે રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. રાજયમાં 12 જાન્યુઆરીના રોજ 3843 કેસ હતા, 13 જાન્યુઆરી 3673 કેસ આવ્યા હતા જ્યારે 14 જાન્યુઆરી તેનાથી પણ ઓછા 3090 અને 15 જાન્યુઆરીએ 2621 કેસો નોંધાયા હતા. 211 દિવસ પછી શનિવારે બે દર્દીનાં મોત નીપજ્યાં હતાં. તેમની કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી હતી. લોકોએ ખાસ કરીને નિયમોનું પાલન કરવું અને સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસ થી કેસમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે.

Next Story