Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ ચલાવનાર ગેંગના 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

X

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક બંગ્લોઝમાં લૂંટારુઓએ પ્રવેશ કરી પરિવારને બંધક બનાવ્યો હતો. જેમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જનાર ગેંગના 3 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ જાણે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તેમ લૂંટ, ચોરી, મર્ડર જેવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ એક કિસ્સો બોપલ વિસ્તારમાં બન્યો હતો. એક બંગ્લોઝમાં લૂંટારુઓએ પ્રવેશ કરી પરિવારને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, લૂંટને અંજામ આપનાર માસ્ટર માઈન્ડ મુકેશ મોહનીયા, રામસિંહ અને કલસિંગ ડામોર નામના 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કાળું અગાઉ અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ પોતાની ગેંગ સાથે મળી લૂંટ અને ચોરી જેવી ઘટનાને અંજામ આપતો હતો. આ ઉપરાંત આરોપી પોતાની ગેંગ સાથે 16 જેટલા ગુનામાં ફરાર હતો. ખાસ કરીને આરોપીએ થોડા દિવસ પહેલા બોપલમાં 20 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. જોકે, ક્રાઇમની ઘટના વારંવાર બનતી હોવાથી પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે હાલ તો જનતાની સલામતીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Next Story