Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે નાઇઝીરિયન ટુકડી દ્વારા ચલાવવામાં આવતું કૌભાંડ ઝડપી પાડ્યું

ક્રાઇમ બ્રાન્ચે નાઇઝીરિયન ટુકડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, ફેસબુક એકાઉન્ટ બનાવી બિઝનેસમેનને આપતા લાલચ

X

આમદવાદ ક્રાઇમ બ્રાન્ચે નાઇઝીરિયન ટુકડી દ્વારા ચલાવવામાં આવતું મોટું કોભાંડ ઝડપી પડ્યું છે. આ ટુકડી દ્વારા નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને બિઝનેસમેન સાથે વાત કરવી સારો નફો મળવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવતી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જે માત્ર અમદાવાદ નહિ પણ દેશભરના બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવવામાં આવતા હતા. ગુજરાતમાં લગભગ 52 લાખ જેટલી રકમનું કૌભાંડ કરતી એક નાઇઝીરીયન ટુકડીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક 52 લાખનું કૌભાંડ પકડી પાડ્યું જેમાં એસીસ એસમેલ ઓક્ટિવ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. જે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને ફેસબુક ઉપર બિઝનેસમેન સાથે વાત કરવી સારો નફો મળવાની લાલચ આપવામાં આવતી હતી અને રૂપિયાની ઢગાઈ કરવામાં આવતી હતી. જે અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ટીમ બનાવી એનાલીસીસીસ કરવામાં આવ્યું હતું. જેમાં એક નાઇઝીરીયનની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

જે ભારતમાં છેલ્લા આઠ મહિનાથી રહેતો હતા. ભારતના અન્ય રાજ્યના બિઝનેસમેનને પણ પોતાની જાળમાં ફસાય હોય તેવું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ઈસમ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ, અલગ અલગ બેન્ક પાસબુક પણ મળી આવ્યા છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી તેના અન્ય સાગરીતો અંગેની તપાસ શરૂ કરી છે.

Next Story