અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 ગેરકાયદે ઘૂસણખોરોને ઝડપી લીધા,16 બાંગ્લાદેશી ડિપોર્ટ કરાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી.જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા

New Update
Crime Branch Ahmedabad

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી.જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા.

આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે.

Latest Stories