અમદાવાદ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતહેદ મળ્યો

એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો

New Update

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની ચકચારી ઘટના

હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત

કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર

પરીક્ષામાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો : પોલીસ

ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે અંતિમ પગલું ભર્યું

અમદાવાદ શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

 મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાનાં નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છેતે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ. આથી રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ નજરે આવ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

જોકેપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કેમૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. મૃતકની એક જુલાઈએ પરીક્ષા હતી. જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો. જેથી ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Read the Next Article

અમદાવાદ : હથિયારના લાયસન્સ અને વેંચાણનો ATSએ પર્દાફાશ કર્યો, ઉત્તરપ્રદેશના ઇટામાંથી 7 આરોપીની ધરપકડ કરી

ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ગુજરાતATSને મળી વધુ એક મોટી સફળતા

  • હથિયાર લાયસન્સ-વેંચાણનો પર્દાફાશ કરાયો

  • ઉત્તરપ્રદેશના ઇટામાંથી7આરોપીની ધરપકડ

  • હથિયાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો

  • કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ

ગુજરાતATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી7આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતATSના અધિકારીઓએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેંચાણના કૌભાંડનો પર્દાફાશ કરી7આરોપીઓને ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ગુજરાતATSને9આરોપીઓ વિશેની જાણકારી મળી હતી. જેમાંથી મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણઅભિષેક રાજદેવ ત્રિવેદીવેદપ્રકાશસિંહ રામબાબુસિંહરાજેન્દ્રસિંહ લક્ષ્મંણસિંહ સાંખલાઅજય ભુરેસિંહ સેંગરશોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગર નામના7આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ આરોપીઓમાં કોઈ જીમતો કોઈ ફેક્ટરી ચલાવે છેઅથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. આ7આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઇટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા હતાઅને રૂ.5થી7લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા હતા. ગુજરાતATSના હાથે ઝડપાયેલ7શખ્સો પાસેથી3રિવોલ્વર તથા તેના187રાઉન્ડસ અને4પિસ્ટોલ તથા તેના98રાઉન્ડસ મળી કુલ7હથિયાર સાથે285રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.