Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લખીમપુર ખેડુત નરસંહાર મામલે ભાજપ ભીંસમાં, કોંગ્રેસના રાજયભરમાં દેખાવો

X

ઉત્તરપ્રદેશમાં ખેડુતોના નરસંહારની આગ હવે આખા દેશમાં ફેલાય રહી છે. લખીમપુરમાં પીડીત પરિવારોની મુલાકાતે જઇ રહેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસે અટકાયત કરી લેતાં કોંગ્રેસ આકરા પાણીએ છે અને રાજયભરમાં દેખાવો યોજવામાં આવ્યાં હતાં.

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્રએ કહેર વરસાવ્યો હતો. તેણે ગાડી ચઢાવી દેતાં ચાર તથા ગોળી મારતાં એક એમ મળી કુલ પાંચ ખેડુતોના મોત થયાં છે. લખીમપુરમાં થયેલાં નરસંહાર બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. લખીમપુરમાં પીડીત પરિવારોની મુલાકાતે જઇ રહેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તથા યુપીના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. લખીમપુર નરસંહાર તથા પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે રાજયવ્યાપી દેખાવો કર્યા હતાં. અમદાવાદ ખાતે દેખાવોમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ભરતસિંહ સોલંકી, સી.જે.ચાવડા, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા અને ચેતન રાવલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયાં હતાં.

Next Story