New Update
/connect-gujarat/media/post_banners/f5bd5e0ba6af48c4f193cc2d578106c28532ff5a360e26f05ea398f8dcb00076.jpg)
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ટકકર આપવા આમ આદમી પાર્ટી કમર કસી રહી છે અને અત્યારથી જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું છે. શિક્ષણના મુદ્દે દીલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર નિશાન સાધ્યું છે. તો બીજી તરફ દીલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કાશ્મીર ફાઇલ ફિલ્મ વિશે નિવેદન આપી વિવાદનો મધપુડો છંછેડયો છે. યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટસહિતના યુવા નેતાઓએ આજે અમદાવાદના આરટીઓ સર્કલ ખાતે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી.