અમદાવાદ : માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ, કોમી તંગદીલી વધી

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.

New Update
અમદાવાદ : માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ, કોમી તંગદીલી વધી

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.ધાર્મિક ટીપ્પણી કરનારા કિશનની ગોળી મારી હત્યા કરી દેવાના ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

અમદાવાદના ધંધુકામાં હાલ કોમી તણાવ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે માલઘારી યુવાનની હત્યા.. સોશિયલ મિડીયાના યુગમાં કિશને એક ધાર્મિક પોસ્ટ કરી હતી આ સંદર્ભમાં કિશન સામે પોલીસ ફરિયાદ નોંધાય હતી અને થોડા દિવસો પહેલાં જ કિશન જેલમાંથી છુટીને ઘરે આવ્યો હતો. બે દિવસ પહેલાં કિશનની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. કિશનની હત્યા બાદ હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. કટ્ટરવાદીઓએ કિશનની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે ધંધુકા બંધનું એલાન આાપવામાં આવ્યું હતું.

ધંધુકા પોલીસે કિશનની હત્યાના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે પણ પંથકમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે. કિશનની હત્યા બાદ તેની સ્મશાનયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ દરમિયાન કેટલીક લારીઓ તથા કેબીનોમાં તોડફોડની ઘટના પણ બની હતી. કિશન ગૌરક્ષાના ક્ષેત્રમાં પણ કાર્યરત હતો. તેની હત્યાના પગલે હિંદુ સમાજમાં રોષ ફેલાયો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાય રહી છે.

Latest Stories