/connect-gujarat/media/post_banners/9a137eb4f82db1e92d421b96866b7371aac64c8ac141c46172d8dfe29b61f02a.jpg)
અમદાવાદમાં રાત્રિના 10 વાગ્યા પછી રસ્તાઓ પર નીકળતા બાઇકર્સ એકબીજા સાથે રેસ લગાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકી દેતાં હોય છે. આવા બાઇકર્સ પર અંકુશ લાવવા માટે પોલીસ ખાસ ઝુંબેશ શરૂ કરવા જઇ રહી છે.
તમારી પાસે રેસિંગ કે પછી સ્પોટર્સ બાઇક છે તો તમારે ચેતી જવાની જરૂર છે. અમદાવાદના રસ્તાઓ પર ફુલ સ્પીડમાં બાઇક ચલાવવાની સજાના ભાગરૂપે તમે જેલમાં પણ જઇ શકો છો. સોમવારથી અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરમાં મોડી રાતથી એક સપ્તાહ માટે ખાસ ઝુંબેશ ચલાવશે. એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર IIM રોડ, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ તેમજ પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ સર્કલ રોડ પર મોડી રાત્રે કેટલાક નબીરાઓ બેફામ સ્પીડમાં બાઈક અને કાર ચલાવી અને સ્ટંટ કરતા હોય છે. આવા ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર નબીરાઓ પકડવા માટે હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સોમવારે રાતથી ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ રોડ પર ઇન્ટરસેપ્ટર વાન, હાઇવે પેટ્રોલ કાર તથા ટાસ્કફોર્સના વાહનો તથા તેમાં ફાળવેલ અતિઆધુનિક સંસાધનોનો ઉપયોગ કરી ઓવર સ્પીડ ડ્રાઇવિંગ તથા બાઇકર્સ ગેંગ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે...