આજે તબીબોની હડતાલનો બીજો દિવસ , અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તબીબો તેમની કેટલીક પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતાર્યા છે.
કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો હડતાળ પર ઉતરતા રાજ્યની આરોગ્ય સેવા ઇમરજન્સીમાં આવી ગઇ છે.રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઈ ગઇ છે.તબીબો દ્વારા અત્યાર સુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી.ત્યારે તબીબોની વધુ એક હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા હવે ઈમરજન્સીમાં આવી ગઈ છે.
હડતાળને પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મેડિકલ સેવાઓ પર ગંભીર અસર પહોંચી છે. અમદાવાદ બીજે મેડિકલ ખાતે પણ છેલ્લા 2 દિવસથી સિનયર તબીબો હડતાલ પર છે આમ રાજ્યભરમાં તબીબો હડતાલ પર જતા હવે આગામી દિવસોમાં તબીબી સેવા ખોરવાશે તેવી સંભાવના છે. આવો જોઈએ સિનિયર તબીબ ડો.રજનીશ પટેલ શું કહી રહ્યા છે...