Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વાલીઓના માથે મોંધવારીનો ડબલ ભાર, સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં તોતિંગ વધારો...

શાળાઓ શરૂ થયા બાદ હવે અમદાવાદમાં સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે

અમદાવાદ : વાલીઓના માથે મોંધવારીનો ડબલ ભાર, સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં તોતિંગ વધારો...
X

રાજ્યમાં ધીરે ધીરે શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. જોકે, શાળાઓ શરૂ થયા બાદ હવે અમદાવાદમાં સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી વાલીઓના માથે હવે મોંધવારીમાં ડબલ ભાર આવી ગયો છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી શાળાઓને બંધ રાખવામાં આવી હતી. જોકે, હવે ધીરે ધીરે પરિસ્થિતા સામાન્ય થતા શાળાઓ ખુલી ગઈ છે. પરંતુ શાળાઓ ખુલ્યા બાદ વાલીઓ પર હવે મોંઘવારીનું દબાણ આવી ગયું છે. કારણે સ્કૂલો ખુલતાની સાથે સ્કૂલ વાન ભાડામાં તેમજ રિક્ષા ભાડામાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો ભાડા વધારો કરવામાં આવ્યા છે. જેના કારણે વાલીઓને વધું મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારો થવાને કારણે રીક્ષા તથા વાનના ભાડામાં વધારો થયો છે, તેવું કહી શકાય.

જોકે, હવેથી વાલીઓએ ઓછામાં ઓછું 650 રૂપિયા ભાડું ચુકવવું પડશે. સાથે જ 5 કિમી સુધીનું માસિક ભાડું તો 1800 રૂપિયા જેટલું રહેશે. પહેલાથી કોરોનાને કારણે લોકો તકલીફમાં છે, ત્યારે વધુમાં વાલીઓના માથે વધું એક ભાર આવ્યો છે. શાળાઓ ખુલી ગઈ છે, જેથી બાળકો સ્કૂલે તો જવાના જ, જેથી વાલીઓએ આ મોંઘવારીનો સામનો પણ ન છૂટકે કરવો પડે તેવી સ્થિતી છે. જોકે, એસોસિએશન દ્વારા આ ભાડા વધારો કરવામાં આવ્યો છે. જેમાં 3 વર્ષ સુધી આજ ભાવ લાગુ રહેશે તેનો તેમણે દાવો પણ કર્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 7500 જેટલી સ્કૂલ વાન છે, તો 6500 જેટલી રિક્ષા છે. જે લોકોએ ભાડામાં વધારો કર્યો છે. જેના કારણે વાલીઓના માથે વધું એક મોંઘવારીનો ભાર વધ્યો છે.

Next Story